પ્રેમની વિશાળતા

ઓળી ઝોળી પીપળ પાન,
ખાનદાનનો પહેલો પુત્ર બન્યો વંશની શાન.
ચાલો વધારીએ એનું માન
પુત્રનું નામ….શ્રીરામ

શણગારેલું ઘર ગીતોથી ગુંજી રહ્યું, પણ માસુમ શિશુની મા રમીલાના ચહેરા પર ન ખુશી, ન હૃદયમાં બાળક માટે પ્રેમ, બસ આસું દબાવીને બેઠી રહી. પતિ વિશાલની નજર રમીલા પર કેન્દ્રિત હતી. શરમથી આંખ ઝૂકી ગઈ અને એજ વિચાર રમીલાને ડંખવા લાગ્યો. “હવે હું તમારા લાયક નથી વિશાલ.”

એક વર્ષ પહેલાની ઘટના યાદ કરી, રમીલા ધ્રુજી ઉઠી. એ અજાણી, હવસી આંખો ક્યારે નહીં ભુલાય. આજે પણ એને પોતાનું શરીર મેલું લાગતું હતું. વિશાલની કસમે આત્મહત્યા પણ નો કરવા દીધી. લગ્નના સાત વર્ષ પછીનું આ બાળક, વિશાલનું નહોતું. બળતકારનો ભેદ ફક્ત પતી પત્નીના દિલમાં દફન હતો.

વિશાલ એની પાસે આવીને બેઠો અને પ્રેમથી બોલ્યો,
“રમી, એ ઘટના ભયાનક હતી, પણ વીતી ગઈ. તું મારી છે અને આ બાળક પણ મારું છે. જીવનનું સત્ય: આપણો પ્રેમ અને સાથ. આનાથી વધુ કાઈ નહીં વિચાર.”

વિશાલની વિશાળતા સામે રમીલા નમી ગઈ અને પતિને ભેટી પડી.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
___________________________________

Categories: Tags:

Leave a comment