મહાનતા સાદગીમાં છે

આ લેખને એક સ્પર્ધામાં દ્વિતીય વિજયતા સનમનીત કરવામાં આવ્યો હતો! (વિષય હતો: સમૂહલગ્ન – એક અભ્યાસ)

લગ્ન: વ્યક્તિગત સંબંધમાં એકમેક થવા માટે બે લોકોનું જોડાણ. આ વિધિ એક એવી ચાવી છે, જે પ્રાચીન સંસ્કૃતિથી, સં ૨૩૫૦ (બિફોર ક્રાઇસ્ટ) થી, આજ સુધી સમાજનું નિર્માણ કરતી આવી છે. મને ખાતરી છે કે તે વખતે આ એક અત્યંત સરળ પ્રણય રહ્યો હશે, જે પુરુષ અને સ્ત્રીને ગઠબંધનમાં જોડાવાના મૂળભૂત હકીકત પર ધ્યાન કેન્દ્રિત કરે; જે સાથે રહેવાનો અને પરિવાર બનાવવાનો વિચાર હતો.

આજે પણ લગ્નનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. તેમ છતાં, હવે આપણે તેને વધુ જટિલ ઘટના બનાવી દીધી છે, કારણ કે આપણે એમાં ઘણું નાટક ઉમેર્યું; ગંતવ્ય, થીમ આધારિત પોશાક, સજાવટ, વિવિધ પ્રકારની વાનગીઓ, ફટાકડા, સેંકડો મહેમાનો અને પાણીની જેમ વહેતો પૈસો. શાનદાર લગ્નના ડીંગા મારવાના! મધ્યમવર્ગીય પરિવારોના માતાપિતા અથવા ગરીબ લોકો આ પ્રકારની અપેક્ષાઓનો કેવી રીતે સામનો કરે?

સમૂહલગ્ન! જેણે પણ આ યોજનાનો સૌપ્રથમ વિચાર કર્યો તે તદ્દન દયાળુ, નિસ્વાર્થ અને સમજદાર વ્યક્તિ હોવો જોઈએ. સામૂહિક લગ્નની શરૂઆત કરનાર નવોદિત રાજા એલેક્ઝાન્ડર હતો. જ્યારે તેણે તેની પુત્રીના લગ્ન કરાવ્યા, ત્યારે તેણે તેના એંસી ઉત્કૃષ્ટ સૈનિકોના લગ્ન પર્શિયન સ્ત્રીઓ સાથે કરાવરાવ્યા.

વર્તમાન સમયમાં, વંચિત લોકોના લાભ માટે, સમૂહલગ્ન સમુદાયના વડાઓ અથવા સરકાર દ્વારા કરાવવામાં આવે છે. સ્વાભાવિક છે કે બધી ધાર્મિક વિધિઓ તે સમુદાયની પરંપરા અનુસાર કરવામાં આવે છે. દયાના આ કાર્યમાં ચોક્કસપણે તેના નાણાકીય ફાયદા છે. સમૂહલગ્ન ગરીબ પરિવારોને બિનજરૂરી આર્થિક બોજમાંથી બચાવે છે. તે દહેજ પ્રથા જેવી સામાજિક દુષણને નાબૂદ કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે, સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપે છે અને સદ્ભાવના ફેલાવે છે. માતા-પિતાએ તેમના બાળકોના લગ્ન માટે લોન લેવાની કે તેને કેવી રીતે અને ક્યારે ચૂકવી શકશે તેના પર ચિંતા કરવાની જરૂર નથી. સમૂહલગ્નમાં લગ્ન કરનારા યુગલોને આ સમારોહનું આયોજન કરતી સંસ્થાઓ દ્વારા સારી ભેટ પણ આપવામાં આવે છે.

દુ:ખની વાત એ છે કે સમૂહલગ્નમાં માત્ર જરૂરિયાતમંદો જ લગ્ન કરવા આગળ આવે છે. શ્રીમંત લોકો તેનો ભાગ બનવાનું વિચારશે પણ નહીં,
એ ડરથી કે તે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે. સમાજ શું કહેશે? સમૂહલગ્ન કરવાના હોય તો આટલા પૈસા હોવાનો શું ફાયદો?

ચાલો આપણે એક અલગ દ્રષ્ટિકોણથી વિચારીએ. તમારી પાસે કેટલા પૈસા છે તેની વિગતોમાં ગયા વિના, ધારો, કે જો આજના ભણેલા-ગણેલા યુવાનો આ વિચારને પ્રોત્સાહિત કરે અને સમૂહલગ્ન માટે પહેલ કરે, તો કલ્પના કરો કે બચેલા પૈસાથી શું ન થઈ શકે! લાખો રૂપિયા કે જે અન્યથા ભવ્ય લગ્ન કરવામાં વેડફાઈ ગયા હોત, તે જ પૈસા આપણે જે સમાજમાં રહીએ છીએ તેની સુધારણા માટે વાપરી શકાય. દાખલા તરીકે, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમમાં દાન, ગરીબોને શિક્ષણ, સ્વાસ્થ્ય સંભાળની સુવિધાઓ, વિકલ્પો પુષ્કળ છે.

અલબત્ત, કરવા કરતાં બોલવું સરળ છે. પરંતુ, કોઈ ન કોઈને તો હિંમત કરવી જોઈએ અને પ્રથમ પગલું ભરવું જોઈએ, જેથી અન્ય લોકો માટે એક ઉદાહરણ સેટ કરી શકાય. હું મારો લેખ બે પ્રસિદ્ધ વ્યક્તિઓના અવતરણ સાથે અંત કરવા માંગુ છું;
એક: “મહાનતા સાદગીમાં છે!”
અને મહાત્મા ગાંધીએ કહ્યું હતું, “તમે વિશ્વમાં જે પરિવર્તન જોવા માંગો છો તે બનો!”

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
__________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=

Categories: Tags: ,

Leave a comment